Sunday, 25 December 2016

સમય......



અવિરત હતો સમય અને અનંત એના દરશ,

માપ્યો એને સદી ઓ માં, ને કર્યાં એના વરસ,

સમય ને સમજ્યો  માનવ જાતે, વાત કરું એની સરસ,

ચોવીસ પખવાડિયા ને બાવન અઠવાડિયા માં માપ્યું આખું વરસ

અઠવાડિયા ના દિન સાત, ને દિન ના કર્યાં દિવસ ને રાત,

સંધ્યા લાવે કાળી રૈના, ઉષા સંગ પરભાત

દિન ના કર્યાં આઠ પ્રહર ને ચોવીસ કર્યાં તાસ,

આટઆટલું મથ્યા છતા પણ મળી ના હૈયે હાશ.

સમય નથી મળવા નો કહી ને ઊર્મિ ઓ ને રોકે,

અનંત સમય ના ટુકડા કરી ને હવે રડે છે પોકે ?

                                                     -શ્રેયસ મન

Friday, 23 December 2016

કયાંથી કરુ શરૂઆત?


કયાંથી કરુ શરૂઆત,
કે મારી વીતતી નથી રાત​.

તારા પ્રેમ ની રજુઆત,
કરે નીંદર પર મારી ઘાત​.

એ નોરતા, મન ઓરતા,
એ મીઠી મુલાકાત​.

એ પ્રેમ માં પાગલ બની ને,
રાહ જોવી દીન રાત​.

આ શું થયું? શાને થયું?
શી બની એવી વાત​?

કહે સ્વાર્થ ને અભિમાને કર્યો,
પ્રેમ ને શાને મ્હાત?

ક્યાં થી કરું શરૂઆત​,
કે મારી વીતતી નથી રાત​.

કોને કરું રજુઆત,
કે મને દિસતો ના પરભાત​.
                                                         
                                       - શ્રેયસ મન​.