Tuesday, 31 January 2017

બડી અજીબ કહાની હૈ ઇસ નમક કી......



કુચ મોલ નહિ હૈ જ્યાદા ઇસકા,
ફિર ભી યે અનમોલ હૈ,

સબરસ કહેતે હૈ સબ જીસકો,
ઉસકે લિયે ચંદ બોલ હૈ,

બડી અજીબ કહાની હૈ ઇસ નમક કી.....

અગર  આંખ સે ટપકે તો
આંસુ બન અહેસાસ બયાં કરતા હૈ,

ઔર બદન સે ટપકે તો
પસીના બન કે  ખેતો મેં ખુશહાલી લાતા હૈ,

અગર યે ખૂન મેં મિલ જાયે તો
વફા કી પહેચાન  બન જાતા હૈ,

ઔર બાપુ હાથ મેં લે લે તો
આઝાદી કી દાસ્તાન બન જાતા હૈ.

ઇસ લિયે સભી સે યે હી ગુઝારીશ હૈ મેરી કી.......

વતન કે પ્રતિ નમક હલાલ બનો,
નમક હરામ નહિ.

અપને  નમક કા હક્ક અદા કરો
વો અહેસાન નહિ.
                                                                               
  -શ્રેયસ મન

Saturday, 28 January 2017

જીત પર હસતો રહ્યો .....

નીચે લખેલી શાયરી ક્યાંક સાંભળવા મળી હતી તેમાં છેલ્લી બે લીટી
ફક્ત મારી ઉમેરેલી છે.



જીત પર હસતો રહ્યો,
ને હાર પર હસતો રહ્યો,

ફૂલ ની શૈયા ગણી,
અંગાર પર હસતો રહ્યો,

અય મુસીબત એટલી,
જીંદાદીલી ને દાદ દે,

તે ધરી તલવાર  તો,
હું ધાર પર હસતો રહ્યો,

કોઈ ના ઇનકાર કે
ઈકરાર પર હસતો રહ્યો,

જે મળ્યો આધાર
તે આધાર પર હસતો રહ્યો,

દીધા ફૂલો મળ્યા પત્થર,
તેને ય પ્રેમ થી પારસ ગણી,

હર વાર પર હસતો રહ્યો,
દાતાર પર હસતો રહ્યો,

દર્દ ટપક્યું આંખ માં થી,
વેદના ની ભરતી એ,

ચોધાર હું હસતો રહ્યો,
ચોધાર હું હસતો રહ્યો.                                                                                            
                                                     -શ્રેયસ મન

Sunday, 22 January 2017

વળાંક ઉપર .....

પપ્પા ની પ્રેરણા થી

ઈશ્વર માટે.......



માનવ....

વળાંક ઉપર ઉભો છુ,
ક્યાં જાવું ના સમજાય,

હાથ ના ઝાલે જો તું ,
તો તને કેમ ભજવાય?

***************

 ઈશ્વર....

શરણે તો થા પહેલા મારા,
ફેલાવી ને હાથ,

ત્યજી દેજે તું મને,
જો મળે ના મારો સાથ

                                               .શ્રેયસ મન.

Tuesday, 17 January 2017

ભલે તુ જાય....


ભલે તુ જાય મારા જીવન થી,
કોઈ ફરક પડતો નથી.

બનાવીશ જેલ યાદો ની કે જયા,
કોઇ નિયમ નડતો નથી.

જવા માંગે જો ત્યાથી તું,
બધા સંબંધો ને કાપી.

જશે કેવી રીતે કહે મેં તો,
જનમટીપ ની સજા આપી.

વીરહ તારો વસમો છે પણ,
સાથ નો મારગ સુઝતો નથી.

ગરવ કેરા વાદળ છાંડી,
પ્રેમ નો સૂરજ ઉગતો નથી.

રાહ જોતો રહીશ તારી,
હંમેશા રાહ પર મારી.

પરંતુ રાહ બદલવાની,
નથી મારી કોઇ તૈયારી.

                                                                     -શ્રેયસ મન

Sunday, 25 December 2016

સમય......



અવિરત હતો સમય અને અનંત એના દરશ,

માપ્યો એને સદી ઓ માં, ને કર્યાં એના વરસ,

સમય ને સમજ્યો  માનવ જાતે, વાત કરું એની સરસ,

ચોવીસ પખવાડિયા ને બાવન અઠવાડિયા માં માપ્યું આખું વરસ

અઠવાડિયા ના દિન સાત, ને દિન ના કર્યાં દિવસ ને રાત,

સંધ્યા લાવે કાળી રૈના, ઉષા સંગ પરભાત

દિન ના કર્યાં આઠ પ્રહર ને ચોવીસ કર્યાં તાસ,

આટઆટલું મથ્યા છતા પણ મળી ના હૈયે હાશ.

સમય નથી મળવા નો કહી ને ઊર્મિ ઓ ને રોકે,

અનંત સમય ના ટુકડા કરી ને હવે રડે છે પોકે ?

                                                     -શ્રેયસ મન

Friday, 23 December 2016

કયાંથી કરુ શરૂઆત?


કયાંથી કરુ શરૂઆત,
કે મારી વીતતી નથી રાત​.

તારા પ્રેમ ની રજુઆત,
કરે નીંદર પર મારી ઘાત​.

એ નોરતા, મન ઓરતા,
એ મીઠી મુલાકાત​.

એ પ્રેમ માં પાગલ બની ને,
રાહ જોવી દીન રાત​.

આ શું થયું? શાને થયું?
શી બની એવી વાત​?

કહે સ્વાર્થ ને અભિમાને કર્યો,
પ્રેમ ને શાને મ્હાત?

ક્યાં થી કરું શરૂઆત​,
કે મારી વીતતી નથી રાત​.

કોને કરું રજુઆત,
કે મને દિસતો ના પરભાત​.
                                                         
                                       - શ્રેયસ મન​.

Monday, 21 November 2016


ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો.....


ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો,

હ​વે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો,

કહો.....

આ આંખો તારી તુજ અંતર દ્વાર​, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર​,

એ મારકણુ હળ​વુ શું સ્મીત​, એ આમંત્રણ ની અનોખી રીત​.

મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવ​વી તને મારે.

પછી પ્રિતી ના વાદળ વરસ્યા હતા, નાં કોઈ મનોરથ તરસ્યા હતા.

કહે કોણે ફૂંક્યો શું મંતર​? અને ક્યાંથી આવ્યુ આ અંતર​?
પછી સ્વપ્નો બધા રોળાઈ ગયા, ને વિરહ ના વિષ ઘોળાઈ ગયા.

ત્યાં આંખો માં આંસુ નુ પુર​, પણ મન માં આ શેનું છે ગુરૂર​?

અહી કાગળ પર નીતરે છે મન​, પણ સૂકૂ સૂકૂ છે જીવન​.

                                                                                     - શ્રેયસ  મન​.