Sunday, 25 December 2016

સમય......



અવિરત હતો સમય અને અનંત એના દરશ,

માપ્યો એને સદી ઓ માં, ને કર્યાં એના વરસ,

સમય ને સમજ્યો  માનવ જાતે, વાત કરું એની સરસ,

ચોવીસ પખવાડિયા ને બાવન અઠવાડિયા માં માપ્યું આખું વરસ

અઠવાડિયા ના દિન સાત, ને દિન ના કર્યાં દિવસ ને રાત,

સંધ્યા લાવે કાળી રૈના, ઉષા સંગ પરભાત

દિન ના કર્યાં આઠ પ્રહર ને ચોવીસ કર્યાં તાસ,

આટઆટલું મથ્યા છતા પણ મળી ના હૈયે હાશ.

સમય નથી મળવા નો કહી ને ઊર્મિ ઓ ને રોકે,

અનંત સમય ના ટુકડા કરી ને હવે રડે છે પોકે ?

                                                     -શ્રેયસ મન

Friday, 23 December 2016

કયાંથી કરુ શરૂઆત?


કયાંથી કરુ શરૂઆત,
કે મારી વીતતી નથી રાત​.

તારા પ્રેમ ની રજુઆત,
કરે નીંદર પર મારી ઘાત​.

એ નોરતા, મન ઓરતા,
એ મીઠી મુલાકાત​.

એ પ્રેમ માં પાગલ બની ને,
રાહ જોવી દીન રાત​.

આ શું થયું? શાને થયું?
શી બની એવી વાત​?

કહે સ્વાર્થ ને અભિમાને કર્યો,
પ્રેમ ને શાને મ્હાત?

ક્યાં થી કરું શરૂઆત​,
કે મારી વીતતી નથી રાત​.

કોને કરું રજુઆત,
કે મને દિસતો ના પરભાત​.
                                                         
                                       - શ્રેયસ મન​.

Monday, 21 November 2016


ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો.....


ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો,

હ​વે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો,

કહો.....

આ આંખો તારી તુજ અંતર દ્વાર​, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર​,

એ મારકણુ હળ​વુ શું સ્મીત​, એ આમંત્રણ ની અનોખી રીત​.

મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવ​વી તને મારે.

પછી પ્રિતી ના વાદળ વરસ્યા હતા, નાં કોઈ મનોરથ તરસ્યા હતા.

કહે કોણે ફૂંક્યો શું મંતર​? અને ક્યાંથી આવ્યુ આ અંતર​?
પછી સ્વપ્નો બધા રોળાઈ ગયા, ને વિરહ ના વિષ ઘોળાઈ ગયા.

ત્યાં આંખો માં આંસુ નુ પુર​, પણ મન માં આ શેનું છે ગુરૂર​?

અહી કાગળ પર નીતરે છે મન​, પણ સૂકૂ સૂકૂ છે જીવન​.

                                                                                     - શ્રેયસ  મન​.

Thursday, 10 November 2016

પહેલા તો .....

પહેલા તો .......

પહેલા તો ઘણા મીઠાં હતા ને હ​વે થયા છો માઠા,

અક્કડ તો એવા કે જાણે શેરડી ના સાઠાં,

ગરજે તો ઘણી ભરી સલામો હ​વે ઉલાળો ઠાંઠા,

વગર વાંકે કરો તંગ તો પડશે ઠાંઠા ઉપર ભાઠા.

                                                     -શ્રેયસ મન

Tuesday, 8 November 2016

મળતી સઘળી સરિતા......

મળતી સઘળી સરિતા......

મળતી સઘળી સરિતા દરિયે, લઈ મીઠા નીર ની ધારો,

મન મારું મૂંઝાઈ ને પૂછે, દરિયો શાને ખારો?

દર્દ સહુના , આંસુ સઘળા, લઈ ને બેઠો ન્યારો,

શાંત ઉપર ને માહે ઘૂઘવતો , દરિયો માટે ખારો.

 તપતો દરિયો બાપ ની પેઠે, વાદળી થઇ વરસાતો,

જન જન પૂજે નદી ને માં ગણી, દરિયો ના પૂજાતો.

જો પૂજો દરિયો તો મળશે, રત્નો ઘણા અનેરા,

બાપ ને ય પૂજો, દેર નથી થઇ જાગો ત્યાં જ સવેરા.

                                                           -શ્રેયસ મન 

Tuesday, 1 November 2016

હા હુ ક​વિ બનિ ગયો....

હા હુ ક​વિ બનિ ગયો....

શબ્દો સાથે રમતા શિખ્યો, કાવ્ય ના ભાણે જમતા શિખ્યો,

હૄદય ની ઉર્મિ વ્યક્ત કરી ને, ચેતના અશ્વે ભમતા શિખ્યો.

હા હુ ક​વિ બનિ ગયો....
                                                                   - શ્રેયસ મન​.

Saturday, 29 October 2016

આંસુ સરે આંખ થી......

આંસુ સરે  આંખ થી, ને ગાલ ને ભીના કરે,

વિરહ ની આ પળો છતા, દિલ ઉફ પણ ના કરે,

આ વેદના, એ ભાવના , પેલી ઊર્મિઓની પ્રભાવના,

સાચું છે શું , સમજ્યો ના હું , હવે દિલ બહુ બહેલાવ ના,

તું બેવફા કે હું બેવકૂફ , આજે કરી લે તું ફેસલો,

જો પ્રેમ ને સમજે નહિ તું , તો પ્રેમ માં તડપાવ ના,

સપનું હતું , ભૂલ્યો હવે જ્યાં આંખ ખોલી કાઢી મેં,

છતા,

આંસુ સરે  આંખ થી, ને ગાલ ને ભીના કરે,

વિરહ ની આ પળો છતા, દિલ ઉફ પણ ના કરે,

                                                        -શ્રેયસ મન 

Friday, 28 October 2016

તાજા કલમ.....


બહુ બહુ તો થોડા શબ્દો નવા મૂકી શકું તાજા કલમ માં

બાકી લાગણી તો એ જ જૂની પુરાની તારી યાદ ની છે

                                                                      - જીગર .

મન ને જયારે


   
મન ને જયારે મુક્યું છુટુ,  કવિતા બનતી  ગઈ.
   
ઝરણું વિચારો નું વહેતું ખળ ખળ, સરિતા બનતી ગઈ.

                                                                   –શ્રેયસ મન