ભલે તુ જાય મારા જીવન થી,
કોઈ ફરક પડતો નથી.
બનાવીશ જેલ યાદો ની કે જયા,
કોઇ નિયમ નડતો નથી.
જવા માંગે જો ત્યાથી તું,
બધા સંબંધો ને કાપી.
જશે કેવી રીતે કહે મેં તો,
જનમટીપ ની સજા આપી.
વીરહ તારો વસમો છે પણ,
સાથ નો મારગ સુઝતો નથી.
ગરવ કેરા વાદળ છાંડી,
પ્રેમ નો સૂરજ ઉગતો નથી.
રાહ જોતો રહીશ તારી,
હંમેશા રાહ પર મારી.
પરંતુ રાહ બદલવાની,
નથી મારી કોઇ તૈયારી.
-શ્રેયસ મન
No comments:
Post a Comment